શ્રી કન્યાશાળાની નાની નાની બાળાઓના સુંદર શૈક્ષણિક ઉપવનમાં આપનું સ્વાગત છે.

DO NOT FORGET TO VISIT AGAIN.HAVE A GOOD DAY.

જિંદગીનો આખો પ્રોગ્રામ જ સેટ થઇ ગયો હોય છે.આપણે તો આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે .

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

ફેસબુકર્સ - ચેતજો આ લેટેસ્ટ ખતરાથી

ફેસબુકર્સ - ચેતજો આ લેટેસ્ટ ખતરાથી

આખો દિવસ અને રાત ફેસબુક પર વિતાવનારા લોકો માટે હાલમાં ‘ફ્રી આઈપેડ મેળવો’ અને ‘કેટલાં લોકોએ પ્રોફાઈલ વ્યુ કરી’ તેવી સ્ક્રીપ્ટ અને પેજ દ્વારા હેકર્સોના હુમલાથી સાવચેત રહેવું જરૃરી બન્યું છે, કારણ કે આ મોંઘવારીમાં ‘ જેવું કંઈ જ નથી.


ફેસબુકર્સ માટે હાલમાં ફેસબુક પર જુદી જુદી એપ્લિકેશન દ્વારા વાયરસ એટેક વધ્યો છે. જેમાં ‘ફ્રી આઈપેડ મેળવો’ અને ‘કેટલા લોકોએ તમારી પ્રોફાઈલ જોઈ’ તેવી સ્ક્રીપ્ટ કે એપ્લિકેશન ઝડપથી ફેસબુક યુઝર્સમાં પોપ્યુલર બની ગઈ છે જેથી ખતરાનું પ્રમાણ વધ્યું છે. વાસ્તવમાં આ એક પ્રકારની લોભામણી એપ્લિકેશન્સ વાયરસ એટેક છે જેનાથી સાવચેત રહેવું જરૃરી છે. સૌ પ્રથમ ‘કેટલા લોકોએ પ્રોફાઈલ જોઈ’ તેના વિશે વાત કરીએ તો તે દેખાવમાં કંઈક આ રીતે જોવા મળતી હોય છે.
My Facebook profile has been seen 3811 times!
Find out your total profile views: (અહીં જે-તે લિંક હોય છે)
“Find out your total profile views [ લિંક]”
ફેસબુક પ્રાઈવસીને કારણે કોઈ પણ યુઝરની પ્રોફાઈલ વ્યુઝની માહિતી ટ્રેક કરતું નથી કે તેનું એક્સેસ પણ નથી આપતું. જેથી આ પ્રકારની પ્રવૃત્તિ તદ્દન ખોટી અને હાનિકારક છે. જ્યારે બીજી બાજુ ‘ફ્રી આઈપેડ મેળવો’ માટેના વાયરસ એટેકની સિકલ કંઈક આવી અપડેટ્સરૃપે જોવા મળતી હોય છે
“iPad Researchers Wanted - Get An iPad Early And Keep It!”
“The Mega iPad Giveaway!” prey on the public’s desire to own a free iPad,”
કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
હવે તમને થતું હશે કે કેવી રીતે આ અપડેટ્સ કે મેસેજ તમને નુકસાન પહોંચાડી શકે તો ફ્રેન્ડ્ઝ જરા આગળ વાંચો. હેકર્સ આવી લોભામણી ફેસબુક એપ્લિકેશન બનાવતા હોય છે જેમાં તમે તમારા ફ્રેન્ડ્ઝની કે અન્ય કોઈની પ્રોફાઈલમાં અપડેટ્સ જોઈને તેને જોયા જાણ્યા વગર એક્સેસ કરીને Allow કરો છો. આ એક્સેસ કરવા માટે તમને સામાન્ય માહિતી આપવા માટે કહેવામાં આવે છે. બસ, અહીં જ આખી રમત શરૃ થાય છે, આ પ્રકારની માહિતી યુઝર્સ પાસેથી ભરવા માટેની આખી સર્વે કરવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે જેની માટે આ હેકર્સને નાણાં મળતાં હોય છે. વળી, જો તમે ભૂલે ચૂકે તમારો ફોન નંબર આપી દીધો તો પ્રીમિયમ રેટ કોલિંગ ર્સિવસ તમારા ફોનમાં એક્ટિવેટ થઈ જાય છે તમારી જાણ વિના જ અને દર સપ્તાહે અમુક પૈસા કપાતા રહેતા હોય છે.
જો કે અન્ય પ્રકારનાં પણ પેજ હોય છે જેમાં તમને તેના Fan બનવાનું તેમ જ મિત્રોને આમંત્રણ આપવાનું કહેવાય છે અને ઈવેન્ટ પણ એટેન્ડ માટે કહેવામાં આવે છે. આ ઉપરાંત ફોર્મ ન હોય તો તમને જે-તે હાનિકારક પેજ પરથી સ્ક્રીપ્ટ કોપી કરીને તમારા એડ્રેસ બારમાં નાંખીને રન કરવાનું કહેવામાં આવે છે તેમ જ ત્યાર બાદ થોડી રાહ જોવાનું કહે છે. જેના દ્વારા તમારી પ્રોફાઈલના દરેક મિત્રોના ઈમેલ આઈડી તેમ જ માહિતી ચોરાવાનો તેમ જ સ્પામ ઈમેલ એટેક થવાનો ભય રહે છે. અથવા તો આ સ્ક્રીપ્ટ રન થઈ જાય ત્યાર બાદ તમને કોઈ સોફ્ટ્વેર ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે જે trojan વાયરસને તમારા કમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ કરી તમારી માહિતી અને પાસવર્ડ ચોરવા માટે ઉપયોગી રહે છે.
કેવી રીતે બચશો આ પરેશાનીથી?
  1. સૌ પ્રથમ તો ફ્રેન્ડની વોલ પર કે અન્ય જગ્યાએથી આ પ્રકારની પોસ્ટ પર કે લિંક પર ક્લિક કરવાનું ટાળો.
  2. જો જાણે કે અજાણે આવી લોભામણી કે શંકાશીલ એપ્લિકેશન એક્સેસ કરી હોય અને તેની પોસ્ટ તમારી Wall પર દેખાતી હોય તો તેને તુરંત જ પોસ્ટના જમણા ખૂણે X બટન ક્લિક કરી રિમૂવ કરી દો.
  3. ત્યાર બાદ એપ્લિકેશન એક્સેસ કરી હોય તો તેને ડિલીટ કરો. આ માટે Account Settings માં જઈ ડ્રોપ-ડાઉન મેનુમાં Privacy માં જઈ ત્યાં નીચે ડાબી સાઈડ Apps and Websites હેડિંગ હેઠળ Edit your settings ક્લિક કરો. ત્યાર બાદ Apps you use હેડિંગની સામે Edit Settings ક્લિક કરો. જ્યાં તમે જેટલી પણ એપ્લિકેશન અત્યાર સુધી Allow કરી હશે તેની યાદી હશે. હવે અહીંથી જે-તે હાનિકારક એપ્લિકેશન ઠ બટન દ્વારા રિમૂવ કરી દો. લગે હાથ અન્ય નકામી એપ્લિકેશન પણ રિમૂવ કરતા જ જજો.
  4. જો કોઈ શંકાશીલ એપ્લિકેશન દ્વારા તમારો ફોટો Tag થયો હોય તો તે ફોટો પર ક્લિક કરો અને તેની નીચે તમારા નામ પર જઈને ‘Remove tag’ કરી દો.
  5. ફેસબુકની આ પ્રકારની કોઈ એપ્લિકેશન દ્વારા કંઈ ડાઉનલોડ કર્યુ હોય તો એન્ટિ-વાયરસ સોફ્ટવેર રન કરી વાયરસની ચકાસણી કરી દૂર કરો.
  6. લાસ્ટ અને ઈમ્પોર્ટન્ટ સ્ટેપ પાસવર્ડ બદલાવાનું ખાસ ચૂકતાં નહીં. આ પ્રવૃત્તિ તો એમ પણ તમારે સામાન્ય રીતે અમુક સમયાંતરે કરતા જ રહેવું જોઈએ.
વધુમાં ફેસુબક ઉપર સામાન્ય રીતે આવી ઘણી લોભામણી અને હાનિકારક સ્ક્રીપ્ટ તેમજ એપ્લિકેશન ફરતી જ રહેતી હોય છે જેથી એટલું જાણી લો કે મફતનું શોધવાનું બંધ કરો, કારણ કે કોઈ પણ વસ્તુ માટે કંઈક તો ચૂકવવું જ પડે છે. અન્ય કયા પ્રકારના વાયરસ અને એપ્લિકેશન ફેસબુક ઉપર કાર્યરત હોય છે તે જાણવા માટે http://www.facebookfakes.com/?p=259#/?cat=48 ક્લિક કરો જે તમને આવી નુકસાનકારક માહિતીથી અપડેટ રાખીને નુકસાનથી બચાવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો