શ્રી કન્યાશાળાની નાની નાની બાળાઓના સુંદર શૈક્ષણિક ઉપવનમાં આપનું સ્વાગત છે.

DO NOT FORGET TO VISIT AGAIN.HAVE A GOOD DAY.

જિંદગીનો આખો પ્રોગ્રામ જ સેટ થઇ ગયો હોય છે.આપણે તો આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે .

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

ફેસબુકના પ્રાઈવસી સેટિંગ્સ વિશે થોડા ઔર કુછ!

ફેસબુકના પ્રાઈવસી સેટિંગ્સ વિશે થોડા ઔર કુછ!

આ અગાઉની પોસ્ટમાં ફેસબુકની સિક્યોરીટી વિશે લખ્યું હતું પરંતુ તેમ છતાં અમુક બાકી રહી ગયેલ એવાં જ સેટિંગ્સ વિશે પણ ચર્ચા કરી લઈએ જેથી ફેસબુક પુરાણમાંથી સિક્યોરિટીનો અધ્યાય સંપૂર્ણ બને.
ફોટો આલબમની સિક્યોરિટી
ઘણાં યુઝર્સ પોતાના ફોટો શેરિંગને લઈને ખાસ ચિંતિત રહેતાં હોય છે અને કેમ ન હોય, કારણ કે ફોટો દ્વારા તમારા દુશ્મન તેની સાથે છેડતી કરીને કાંઈ પણ કરી શકે છે. જો કે કેટલાંક યુઝર્સ આ સેટિંગ્સ માટે મેઈન સેટિંગ્સમાં ચેન્જ કરીને પોસ્ટ, ફોટો, સ્ટેટસ અપડેટ્સ શેરિંગ બ્લોક કરતાં હોય છે, પરંતુ જો તમે એમ ઈચ્છતા હોવ કે પોસ્ટ, સ્ટેટસ મેસેજ શેર થાય પરંતુ ફોટો આલબમ અન્ય સાથે શેર ન થઈ ફક્ત ફ્રેન્ડ્ઝ સાથે જ શેર કરી શકાય તો તેમ તમે કરી શકો છો. આ ઉપરાંત તમારા દરેક ફોટો આલબમને પણ અલગ અલગ પ્રાઈવસી સેટિંગ્સ આપી શકો છો.
આ માટે તમારે Account > Privacy Settings > Sharing on Facebook > Customize Settings > Edit album privacy for existing photos માં જઈને દરેક આલબમને તમે પ્રાઈવસી સેટિંગ્સ આપી શકો છો.
પ્રોફાઈલની માહિતીને કન્ટ્રોલ કરો
Connecting on facebook નાં સેટિંગ્સ ફેસબુકના જે પ્રાઈવસી સેટિંગ્સ છે તેના કરતાં થોડાં અલગ છે. અહીં તમારી માહિતીને લોકો સમક્ષ શેર થતી માહિતીને કન્ટ્રોલ કરવા માટે ઉપયોગી નીવડે છે. જેમ કે ઘણી વાર કોઈ પણ યુઝર ફક્ત તમારા નામના આધારે જ તમને શોધી કાઢે છે. અથવા તો કોઈ પણ તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકે છે તેમજ મેસેજ પણ મોકલી શકે છે. જો તમે આ પ્રકારની પ્રવૃત્તિને કન્ટ્રોલ કે રોકવા માંગતા હોવ તો સેફ્ટી માટે અહીં જઈને તમારા સેટિંગ્સમાં થોડા ફેરફાર કરી દો.
સેટિંગ્સ કરવા માટે Account > Privacy Settings > Connecting on Facebook પર ક્લિક કરો.
એપ્લિકેશન મેનેજમેન્ટ
તમારામાંથી કેટલાંય યુઝર્સ હશે જે દિવસની કેટલીય ફેસબુક એપ્લિકેશનનો ઉપયોગ કરતાં હશે તેમજ નવી ને નવી સબસ્ક્રાઈબ કરતા રહેતા હશે, પરંતુ તમારી જાણ ખાતર ફેસબુક એપ્લિકેશન એ કોઈ ફેસબુકની પોતાની એપ્લિકેશન હોતી નથી, પરંતુ અન્ય કોઈ સાઈટ ફેસબુકના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમને જે-તે એપ્લિકેશનનો લાભ તમારી માહિતીના ભોગે તમને આપે છે. જેમાં ઘણી વાર સ્પેમ અને વાયરસ એટેકના ભયની શક્યતા સોએ સો ટકા રહેલી છે. જેના ઉદાહરણરૂપે ફ્રી આઈપેડ, પ્રોફાઈલ વ્યુઅર્સ અને બિન લાદેનના મોતનો લાઈવ વીડિયો જેવા પોસ્ટનો સ્પેમ એટેક જોયો જ હશે.
ખાસ કરીને સૌપ્રથમ તો તમારા એકાઉન્ટમાંથી વણજોઈતી એપ્લિકેશનને રિમૂવ કરી નાંખો. જેની માટે તમારે Account > Privacy Settings માં સૌથી નીચે Apps and Websites > Apps You Use > Edit Settings કરીને ન જોઈતી દરેક એપ્લિકેશન ડિલીટ કરી દો.
માહિતી મેનેજમેન્ટ
આ સેટિંગ્સ કરવાથી તમે તમારી પ્રોફાઈલમાં સેવ કરેલી દરેક માહિતીને તમારા ફ્રેન્ડ્ઝ,ફ્રેન્ડ્ઝના ફ્રેન્ડ્ઝ અને ખાસ કરીને થર્ડ પાર્ટી વેબસાઈટ અને એપ્લિકેશન સાથે અનિચ્છિત શેર થતી માહિતીને કન્ટ્રોલ કરી શકશો. Account > Privacy Settings જઈને સૌથી નીચે Apps and Websites > Info accessible through your friends > Edit Settings કરીને જે-તે માહિતીના ચેકબોક્સ ક્લિક કરીને સિલેક્ટ કરી દો.
HTTPS એનેબલ કરો
આ સેટિંગ પ્રાઈવસી કરતાં વધારે સિક્યોરિટીના ભાગરૂપે છે, પરંતુ તેનાથી તમારી પ્રાઈવસી જળવાઈ રહે તેની આ સેટિંગ પૂરેપૂરી તકેદારી રાખે છે. Account > Account Settings > Account Security > Secure Browsing (HTTPS) નું ચેકબોક્સ ટિક કરી દો. આમ કરવાથી હેકર્સ તમારા એકાઉન્ટ સાથે ચેડાં નહીં કરી શકે તેમ જ એપ્લિકેશન દ્વારા તમારી માહિતી ચોરાવાનો ભય પણ નહીં રહે. ફેસબુકના દરેક યુઝર્સે આ સેટિંગ અચૂકપણે કરી રાખવું જોઈએ. આ સેટિંગ કરવાથી થર્ડ પાર્ટી એપ્લિકેશન તમારા એકાઉન્ટમાં સબસ્ક્રાઈબ કરેલી હોય તો પણ તમારી ઇચ્છા વિના તમારો ડેટા એક્સેસ કરી નહીં શકે જેથી તમે સેફ રહી શકો છો. તેમજ ફ્રેન્ડ્ઝ દ્વારા કે એપ્લિકેશન દ્વારા થતી સ્પેમ પોસ્ટને પણ તે મોટાભાગે તમારી વોલ પર આવતાં અટકાવી દે છે.
સો ફ્રેન્ડ્ઝ, બી સોશિયલ પરંતુ સાથે સાથે બી સેફ, કારણ કે વર્ચ્યુઅલ લાઈફ જેટલી ફાયદાકારક છે તેટલી જ હાનિકારક પણ છે જે હકીકતને ભૂલી શકાય તેમ નથી. આવામાં ચેતતા નર (ફેસબુક સંદર્ભે ખાસ કરીને નારી) સદા સુખી તે કહેવતનો અમલ કરી સેફ સોશિયલ નેટર્વિંકગ માણવું હિતાવહ રહેશે. અને બને તો, વર્ચ્યુઅલ એડિક્શન થોડું ઓછું કરીને રિયલ લાઈફમાં એક્ટિવ બનશો તો તેનો આનંદ પણ રિયલ રહેશે. ગુડ લક ફ્રેન્ડ્ઝ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો